Apati Vyavasthapan File Download Gujarati 2025-26

કુદરત દ્વારા વિવિધ હોનારતો ગમે ત્યારે બનતી હોય છે જેવી કે ધરતીકંપ વાવાઝોડું છે પૂર આવવું છે. એવી અલગ અલગ ઘટનાઓ કોઈપણ સમય સીમા વગર આવી મોટી મોટી ઘટનાઓ જ્યારે બને છે. ત્યારે એને માલમિલકત અને સામાજિક રીતે આવી હોનારતો છે એ ખૂબ જ દુઃખદાઈ હોય છે. અને લોકોને ઈજા પહોંચાડે છે. અને માલમિલકતને નુકસાન થાય છે તો તે માટે ગુજરાત સરકાર દ્વારા એક આપત્તિ વ્યવસ્થાપનની ફાઈલ તૈયાર કરવામાં આવી છે. જે પ્રાથમિક શાળાના શાળાઓમાં વ્યવસ્થિત રીતે આયોજન તૈયાર કરી અને આવી હોનારતોનું ઓછું નુકસાન થાય એ માટે શાળાઓની અંદર આ ફાઈલ ને એક આયોજન સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે તો આજે આ પોસ્ટની અંદર આપણે Apati Vyavasthapan File Download Gujarati ની માહિતી મેળવીશું.

Apati Vyavasthapan File Download Gujarati 2025-26
Apati Vyavasthapan File Download Gujarati 2025-26

Apati Vyavasthapan File Download Gujarati 2025-26

આપત્તિ વ્યવસ્થાપન એટલે શું? આપત્તિ (હોનારત) એ એવી પરિસ્થિતિ છે જે મોટી પીડા, દુઃખદાયી અસર, લોકોના જોખમ અને ઈજા, તેમજ ધન-દોલત અને માલમાલિકતનું નુકશાન થાય છે. આના કારણે, સમાજનું જીવન પણ મોટું જખમ ખાઈ શકે છે. આપત્તિ એ એવી ઘટના છે કે જે તરત જ ઘટે છે, અથવા તે ખૂબ ટૂંકી ચેતવણી સાથે થાય છે, જે ખાસ કરીને સ્થાનિક સંસ્થાઓ અને સરકાર માટે અચોક્કસ અને મોટું પડકાર બની શકે છે.

School Disaster Management Plan PDF / Word File | Safe School PDF / Word File

આપત્તિનું સંચાલન એ આપત્તિનો યોગ્ય રીતે નિવારણ, તૈયારી, પ્રતિસાદ અને પુનઃપ્રાપ્તિ સાથે સંકળાયેલો છે. આવું સંચાલન એ તમામ તબક્કાઓ પર પ્રક્રિયા, નીતિઓ, વ્યવસ્થાપન અને કાર્ય માટે જરૂરી પગલાંઓનો સમૂહ છે. આ માટે, આપત્તિથી બચવા અને તેના સંચાલનમાં વધુ અસરકારક બનવા માટે યોગ્ય આયોજન અને તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપત્તિના પ્રકાર:

  1. કુદરતી આપત્તિ: કુદરતી આપત્તિઓમાં ધરતીકંપ, પૂર, વાવાઝોડું, સુનામી, હિમપ્રપાત, અનાવૃષ્ટિ, જ્વાળામુખી, દાવાનળ, અને તીવ્ર ઠંડીનો સમાવેશ થાય છે. આ પ્રકારની આપત્તિઓ પર માનવના નિયંત્રણને સામાન્ય રીતે ઓછું માનવામાં આવે છે, કેમકે તે કુદરતી રીતે થાય છે.

  2. માનવસર્જિત આપત્તિ: આમાં રેલવે અકસ્માતો, હવાઈ અકસ્માતો, કોમી તોફાનો, આતંકવાદી હુમલા, ભીષણ આગ, રોગચાળો અને ગ્લોબલ વોર્મિંગનો સમાવેશ થાય છે. આજે, ગ્લોબલ વોર્મિંગ એક મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે અને તેના સંચાલન માટે પગલાં લેવાનું અત્યંત જરૂરી છે.

School Disaster Management Plan PDF / Word File | Safe School PDF / Word File

આપત્તિ સંચાલન માટે તૈયારી:

દરેક શાળા અને ગ્રામ પંચાયત માટે યોગ્ય તૈયારી માટે કેટલીક મહત્વપૂર્ણ ફાઈલો અને મોડ્યુલ્સ ઉપલબ્ધ છે, જેની મદદથી આપત્તિનો પ્રતિકાર કરવાની અને તેની અસર ઓછું કરવાની શક્યતા વધે છે.

SDP Plan Download 2025-26 || શાળા વિકાસ યોજના વર્ડ ફાઇલ ડાઉનલોડ કરો.

કેટલાક ઉપયોગી મોડ્યુલ્સ:

  1. આપત્તિ અને વ્યવસ્થાપન સ્કુલ DM પ્લાન મોડ્યુલ (PDF): આ ફાઈલને સ્કૂલો માટે એક દિશા દર્શક તરીકે ઉપયોગ કરી શકાય છે. અહીં આપત્તિ સંચાલન માટે યોગ્ય કામગીરી, તૈયારી અને પ્રતિસાદ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

  2. આપત્તિ અને વ્યવસ્થાપન_મારીશાળા સલામત શાળા મોડ્યુલ (વિદ્યાર્થી આવૃત્તિ) (PDF): આ મોડ્યુલમાં વિદ્યાર્થીઓ માટે શાળા ગતિશીલ અને સુરક્ષિત બનવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

  3. આપત્તિ અને વ્યવસ્થાપન શાળા આયોજન ફાઈલ (PDF): આ ફાઈલમાં શાળા સ્તરે આપત્તિ સંચાલન માટેની વ્યૂહરચના અને આયોજનની વિગતો આપવામાં આવી છે, જે દરેક શાળાને આપત્તિના પ્રતિકાર માટે માર્ગદર્શન આપે છે.

આપત્તિની શક્યતાઓ અને યોગ્ય તકેદારી:

આપત્તિ અને તેના સંચાલન માટે સારું આયોજન એ જેણે આપત્તિ કે કોઈ દુર્ઘટના સમયે ઝડપથી પ્રતિસાદ આપવો હોય છે. પરંતુ, આ માટે પ્રારંભિક આયોજન, વિધિવત માર્ગદર્શિકા અને સંસાધનોની ઉપલબ્ધતા પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

વિશ્વની સાથે આપત્તિ સંચાલનમાં સહયોગ:

આપત્તિ માટે યોગ્ય આયોજન અને સંચાલન સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એક સમુહ મિશન હોવું જોઈએ. આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસો કરીને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના નુકશાનથી બચી શકીએ છીએ.

શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના ફોર્મની વિગતો

 

ગુજરાત શાળા સલામતી પગલાં વિભાગ -1 : પૂર્વ ભૂમિકા

(અ) શાળાની માહિતી (રૂપરેખા)

શાળાનું નામ
શાળાનો નંબર
બોર્ડ સાથે સંકલન
બોર્ડનો નોંધણી નંબર
સરનામું
શાળાનો પ્રકાર
શાળાનો સમય
કુલ વિધાર્થી
શૈક્ષણિક સ્ટાફ
બિન – શૈક્ષણિક સ્ટાફ
સચાલન સ્ટાફ
આચાર્યનું નામ
સંપર્કની વિગતો

(બ) યોજનાનો હેતુ અને ઉદેશ્ય
– શાળામાં આપત્તિના અસરકારક વ્યવસ્થાપન માટે જરૂરી સમગ્ર માહિતી વિગતવાર અને પધ્ધતિસર એકત્ર કરવી .
– શાળામાં કટોકટી પ્રતિકાર પધ્ધતિ સ્થાપવી
– કોઇપણ કટોકટીના પ્રતિકાર માટે શાળા- સમૂહને સુસજ્જ કરવો
– અસરકારક પ્રતિકાર માટે ભૂમિકા અને જવાબદારીઓ નક્કી કરવી
– શાળા- સમૂહમાં જાગૃત્તિ કેળવવી તથા તેમની ક્ષમતા વધારવી
– શાળામાં શમન પ્રવૃત્તિઓનો અમલ કરવો
– વિવિધ સ્ટેક હોલ્ડર્સમાં સહભાગીદારીમાં વૃદ્ધિ કરવી

વિભાગ -૨. હોનારત, જોખમ અને નબળાઇની આકારણી કરવી.

હોનારતોએ એ એવી ઘટનાઓ કે ભૌતિક પરિસ્થિતિ છે કે જેનાથી દુર્ઘટનાઓ , વ્યક્તિઓ ઘાયલ થવી , માલમિલ્કતને નુકશાન , મૂળભુત માળખાને નુકશાન , કૃષિ વિષયક નાશ , તથા પર્યાવરણને હાનિ વ્યાપાર – ધંધા ખોરવાઇ જાય અથવા અન્ય પ્રકારની હાનિ કે નુકશાન થવાની પણ શક્યતાઓ રહે છે.
જોખમ એ શક્યતાનું સંલગ્ન પાસું છે કે જેનાથી હોનારત સર્જાય. જોખમને ભયજનક શક્યતાઓ સાથે સરખાવ્યું છે અથવા તો તેનાથી હાનિ કે નુકશાન પણ થઇ શકે છે.

નબળાઇ ( અસમર્થતા ) એ એવી પરિસ્થિતિ છે કે જેમાં ભૂભાગની આપત્તિજનક પ્રાકતિક સ્થિતિ પ્રત્યે તેનું સર્જન કે સામયિક સમીપતાના તેના લક્ષણો દ્વારા માનવ વસવાટ, મકાનો, કૃષિ પાક અથવા માનવ સ્વાસ્થ્ય, વિષયક સમસ્યાઓ સર્જાય છે.
હોનારત, જોખમ તથા અસમર્થતા ( નબળાઇ ) ની આકારણીનો મુખ્ય ઉદ્દેશ્ય કોઇ પણ હોનારતના વૈકલ્પિક અનિચ્છિતિ પરિણામો પર જોખમ આધારિત ઉપાયો શોધવાનો છે તથા નબળાઇઓ ( અસમર્થતા ) ઓ પણ ખાસ ધ્યાન આપવું, હોનારતો ઘટાડવી તથા પ્રતિકાર કરવા માટે સુસજ્જતા કેળવવાનો છે.
આ માટે ઓછામાં ઓછું નુકશાન થાય તથા માનવ – જીવનને બચાવવામાં ઊભી થતી સમસ્યાઓ તથા શક્ય ઉપાયો અગાઉથી જ વિચારવામાં આવે છે.

( અ ) બિન – માળખાકીય આકારણી.
ભૂકંપ થયા બાદ , લગભગ ૯૦ % થી પણ વધુ નુકશાન બિન – માળખાકીય પ્રકારનું હોય છે. ભૂકંપ દરમિયાન, મકાનો પડી જવાના કારણે ઘાયલ થનાર વ્યક્તિઓની સંખ્યા સૌથી વધુ હોય છે.
બિન – માળખાકીય ઘટકો એ મકાનના એવા ઘટકો હોય છે કે જે નિષ્ફળ જવાથી સમગ્ર મકાન પડી જશે નહીં. આ ઘટકો ટેકા માટેના માળખાકીય ઘટકો ઉપર આઘાર રાખે છે તથા પેરાફ્ટિ ( કઠેડો ), બારી દરવાજા જેવા બહારના ઘટકો તથા જીર્ણ થયેલ છત, બત્તીઓ જેવા અંદરના ઘટકો તથા એસી, ગેસ, પાણીના જોડાણની પાઇપો જેવી મકાનમાં રહેલી પાયાની આવશ્યક્તાઓ તથા મકાનમાં રહેલા ટેબલ, ખુરશી, ફાઇલોના ઘોડા, કોમ્પ્યુટર, ફોટા વગેરેનો પણ સમાવેશ થઇ જાય છે
જોખમને નક્કી કરવાં તથા તેને ઘટાડવા માટે આ ઘટકોના ક્યાસને બિન – માળખાકીય ક્યાસ તરીકે ઓળખવામાં આવે છે.

બિનમાળખાકીય સમસ્યાનો પ્રકાર
ફાઇલોના ઘોડા
ટેકાઓ
છાજલીઓ
કોમ્પ્યુટર્સ
સ્ટોરેજ કેબિનેટસ
દિવાલ પર લટકાવેલ ચીજવસ્તુઓ
આગ શામકો
રેફ્રીજરેટર્સ
જીર્ણ થઇ ગયેલ / તુટી ગયેલ છતોના ભાગ
લાઇટ માટે બેસાડેલ ચીજ
ટ્રેક લાઇટ્સ
બ્લેકબોર્ડસ
પ્રોજેક્શન સ્ક્રીન
એસી
વીજળીના વાયરો
કાચની મોટી બારીઓ
ગ્લેઝડ પાર્ટીશન્સ

શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના ફોર્મ : Word || PDF

Leave a Comment